ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

74મો વન મહોત્સવ: વનકવચ સંસ્કૃતિક વનનું લોકાર્પણ, ગુજરાતના સાંસ્કૃતિક વન

74મો વન મહોત્સવ: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પંચમહાલ જિલ્લાના જેપુરા-પાવાગઢ ખાતે આજે વનકવચ નું લોકાર્પણ કરીને રાજ્યના 74માં વન મહોત્સવની ઉજવણીનો આરંભ કરાવ્યો છે. આ વન કવચ 1.1 હેક્ટર વિસ્તારમાં 11,000 રોપાઓનાં ઉછેર સાથે નિર્માણ પામ્યું છે.

74મો વન મહોત્સવ

74મો વન મહોત્સવ
74મો વન મહોત્સવ

વન મહોત્સવએ ભારતમાં વાર્ષિક એક અઠવાડિયાના વૃક્ષારોપણનો તહેવાર છે, વન મહોત્સવની શરૂઆત કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા 1950માં કરવામાં આવી હતી. ગુજરાતમાં વર્ષ 2004થી વન મહોત્સવની ઉજણવી મુખ્યમંત્રી શ્રી નરેન્દભાઈ મોદીના સમયમાં શરુ કરવામાં આવી છે.

ગુજરાતના સાંસ્કૃતિક વન (વન મહોત્સવ)

ગુજરાત વન મહોત્સવનો મુખ્ય હેતુ (ગુજરાતના સાંસ્કૃતિક વન)

  • લોકોને વ્રુક્ષોના સાંસ્કૃતિક / પારંપરિક મહત્વ સમજવા માટે
  • ઔષધિય વ્રુક્ષોથી લોકોને માહિતગાર કરવા
  • વૃક્ષ ઉછેર સાથે લોકોને ભાવનાત્મક રીતે સાંકળવા
  • વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં વધારો કરવા
  • પર્યટનને પ્રોત્સાહન આપવા
  • આપણી પ્રાચીન સંસ્કૃતિથી લોકોને માહિતગાર કરવા

વનકવચ (જેપુરા-પાવાગઢ, જીલ્લો-પંચમહાલ)

રાજ્યમાં કુલ 10.40 કરોડ રોપાઓનું નાગરિકોને વિતરણ. રાજ્યની 8 મહાનગરપાલિકાઓ, 33 જીલ્લાઓ, 250 તાલુકાઓ તથા 5500 ગામોમાં જન ભાગીદારીથી વન મહોત્સવની ઉજવણી. રાજ્યમાં 100 હેક્ટર વિસ્તારમાં 85 સ્થળોએ ‘વનકવચ’ વાવેતર. એગ્રો ફોરેસ્ટ્રી હેઠળ કુલ 14940 હેક્ટર વિસ્તારમાં વાવેતર થકી ખેડૂતોને કુલ રૂપિયા 563 લાખ નાણાકીય સહાય. રાજ્યમાં દુર્ગમ વિસ્તારોમાં ડ્રોન દ્વારા બીજ વાવેતર કરી વનોની પુન:સ્થાપનાનો પ્રારંભ

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં 3 ઓગસ્ટના રોજ 74માં રાજ્ય કક્ષાના વનમહોત્સવની ઉજવણી પંચાયત જીલ્લામાંથી આરંભ કરાયો. મુખ્યમંત્રીશ્રીના હસ્તે 1.1 હેક્ટર વિસ્તારમાં નિર્માણ પામેલા જેપુરા-વનકવચનું લોકાપર્ણ કર્યું. દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામે પાંચ હેક્ટર વિસ્તારમાં નિર્માણ પામનાર “હરસિદ્ધિ વન”નું ઈ-ખાતમૃહુર્ત કર્યું. રાજ્યના મંત્રીશ્રીઓ સહીત અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં 5 ઓગસ્ટે વિવિધ જીલ્લામાં વન મહોત્સવની ઉજવણી થશે.

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ