હવેથી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના આવેદનપત્રોની હાર્ડકોપી જમા કરાવવાની પદ્ધતિ બંધ કરેલ છે. ફક્ત જે ઉમેદવારો મેરીટમાં આવે તેના આવેદનપત્રોની ચકાસણી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધીકારીના/શાસનાધિકારીની કચેરી દ્વારા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે જીલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી કક્ષાએથી કરવાની રહેશે.