મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2022-23

રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે આર્થિક સહાય તેમજ અન્ય સવલતો સમાન ધોરણે મળી રહે તે હેતુથી શૈક્ષણિક વર્ષ ૨૦૧૫-૧૬થી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલમાં મુકવામાં આવી છે.

MYSY યોજનામાં મળતી સહાય

- ટ્યુશન ફી - રહેવા-જમવા માટેની સહાય  - સાધન પુસ્તક સહાય

ફ્રેશ વિદ્યાર્થીઓ માટે લાયકાતના ધોરણો

– ધોરણ 10ની પરીક્ષા 80 કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવી નિયત ડીપ્લોમા અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ. – ડીપ્લોમા અભ્યાસક્રમની પરીક્ષામાં 65 કે તેથી વધુ ટકા સાથે પાસ કરી મેળવી ડિગ્રી (સ્નાતક) કક્ષાના અભ્યાસક્રમના પ્રથમ / બીજા વર્ષમાં પ્રવેશ મેળવનાર ડી-ટુ-ડીના વિદ્યાર્થીઓ. – ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવી નિયત સ્નાતક અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ અને – રૂ. 6 લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવનાર વાલીઓના સંતાનો

રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટે લાયકાતના ધોરણો

– ફ્રેશ વિદ્યાર્થી તરીકે લાભ મેળવ્યા બાદ રિન્યુઅલ સહાય મેળવવા માટે અગાઉ જે વર્ષે શિષ્યવૃત્તિ મળી હોય તે પરીક્ષામાં ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે ઉત્તીર્ણ થવાનું રહેશે – જે તે શૈક્ષણિક સંસ્થાના નીતિ નિયમો પ્રમાણે જે તે શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછી 75% હાજરી હોવી જરૂરી રહેશે. જે અંગે સંસ્થાનું પ્રમાણપત્ર જરૂરી છે. (ફોર્મેટ વેબસાઈટ પર ઉપલબ્ધ છે).

ફ્રેશ વિદ્યાર્થીઓ માટે ડોક્યુમેન્ટ લિસ્ટ

– આધારકાર્ડની સ્વ-પ્રમાણિત નકલ. – ધોરણ 10 અથવા ધોરણ 12 પાસ કર્યાની માર્કશીટની સ્વ-પ્રમાણિત નકલ. – ડીગ્રી / ડીપ્લોમા અભ્યાસક્રમમાં પ્ર્રવેશ મળ્યાનો પ્રવેશ સમિતિનો લેટરની સ્વ-પ્રમાણિત નકલ. – સેલ્ફ ડિકલેરેશન (અસલમાં). – વાલીની આવકનું પ્રમાણપત્ર (મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનું)ની સ્વ-પ્રમાણિત નકલ. – સંસ્થાના આચાર્યશ્રીનું, સંસ્થાનાં લેટરહેડ પર, પ્રમાણપત્ર (અસલમાં). – હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની પહોંચની સ્વ-પ્રમાણિત નકલ. – બેંકમાં બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની સ્વ-પ્રમાણિત નકલ. – ઇન્કમટેક્ષ રીટર્નની સ્વ-પ્રમાણિત નકલ અથવા આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિકલેરેશન (અસલમાં).

રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટે ડોક્યુમેન્ટ લિસ્ટ

– વિદ્યાર્થીના આધારકાર્ડની નકલ (સ્વપ્રમાણિત). – સંસ્થાના વડા પાસેથી શિષ્યવૃત્તિ રીન્યુઅલ માટેનું પ્રમાણપત્ર (અસલમાં). – વિદ્યાર્થીના પ્રથમ / બીજા / ત્રીજા (જે લાગુ પડતું હોય તે વર્ષ)ની માર્કશીટની (સેમેસ્ટર સીસ્ટમ હોય ટો બંને સેમેસ્ટરની માર્કશીટ) નકલ (સ્વપ્રમાણિત). – વિદ્યાર્થીએ અભ્યાસક્રમના બીજા / ત્રીજા / ચોથા (જે લાગુ પડતું હોય તે વર્ષ)માં ફી ભર્યાની તમામ પહોંચની નકલ (સ્વપ્રમાણિત). – હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની તમામ પહોંચની નકલ (સ્વપ્રમાણિત). – વિદ્યાર્થીના બેંકના બચત ખાતાની પાસબુકનું પ્રથમ પાનાની નકલ (સ્વપ્રમાણિત). – ઇન્કમટેક્ષ રીટર્નની સ્વ-પ્રમાણિત નકલ અથવા આવકવેરાનેપાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિકલેરેશન (અસલમાં).