જમીન માપણી અરજી કરો ઓનલાઈન

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ટેકનોલોજીના ઉપયોગ થકી પ્રજાને કર્મચારી સાથે સીધા સંપર્ક વિના સેવાઓ મેળવી શકે તે અંગે ઓનલાઈન સેવાના ઉપયોગ થકી વિવિધ મહેસૂલી સેવાઓને ઓનલાઈન કરવામાં આવી રહી છે.

જમીન માપણી અરજી કરો મોબાઈલથી

જમીન દફતર ખાતાની કચેરીમાં માપણી માટેની અરજી કરવાની પ્રક્રિયા ઝડપથી અને અરજદાર દ્વારા કચેરીના સિદ્ધ સંપર્ક વગર હાથ ધરાય તે બાબત સરકારની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાના અંતે સરકારશ્રી દ્વારા વધુ એક મહેસુલઈ સેવા “જમીન માપણી પૈકી જમીન હદ માપણી, હિસ્સા માપણી પૈકી માપણી કરાવવા માટેની અરજી” iORA પોર્ટલથી ઓનલાઈન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ext

જમીન માપણી બે પ્રકારની હોય છે

સાદી માપણી : જેનો નિકાલ પેમેન્ટ રીસીપ્ટ જનરેટ થયેથી 60 દિવસમાં કરવામાં આવે છે.  અરજન્ટ માપણી : જેનો નિકાલ પેમેન્ટ રીસીપ્ટ જનરેટ થયેથી ૩૦ દિવસમાં કરવામાં આવશે.

જમીન માપણી અરજી કરો ઓનલાઈન સ્ટેપ બાય સ્ટેપ

– નવી અરજી કરવા માટે iORA પોર્ટલ (https://iora.gujarat.gov.in) પર જાઓ. iORA પોર્ટલના મુખ્ય પેજ પર આવેલ મેનુમાં “Online Applications” પર ક્લિક કરો