પ્રાચીનકાળથી પટોળાં, મશરૂ, કિનખાબ, અકીકની વસ્તુઓ, વિવિધ પ્રકારનું ભરતકામ, રંગાટીકામ, લાકડાનું કોતરકામ વગેરે માટે ગુજરાત જાણીતું છે.  હાલો આ આર્ટીકલમાં ગુજરાતના ગૃહઉદ્યોગની માહિતી મેળવીએ .

ગૃહઉદ્યોગ વિશે

પટોળાં

પટોળાં માટે પાટણ પ્રખ્યાત છે. કુમારપાળના સમયમાં પાટણમાં પટોળાં વણનારાં 700 કારીગરો હતાં. હાલમાં કસ્તુરચંદ અને બીજું એક કુટુંબ પટોળાં બનાવે છે.

મશરૂ 

આ કાપડ બનાવવા કૃત્રિમ રેશમનો તણો અને સૂરતનો વાણો હોય છે. પાટણમાં ખત્રી અને શેખ મુસ્લિમ કારીગરો તેમજ ઊંઝામાં પટેલ કારીગરો મશરૂ તૈયાર કરે છે.

તણછાંઈ 

તણછાંઈનું કાપડ સુતરની વિશિષ્ટતા છે. રેશમી કાપડ ઉપર એક બાજુ સિંહ, હાથી વગેરેની ભાત છાપવામાં આવે છે.

સુજની 

આ એક પ્રકારની રજાઈ છે અને એમાં એક પણ ટાંકો લીધા વિના વણાટની સાથે વચ્ચે રૂ ભરવામાં આવે છે. તેનો ઉઘોગ ભરૂચમાં છે.