ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

GSRTC ડ્રાઈવર ભરતી 2023: 12 પાસ પર 4062 જગ્યાઓ

GSRTC ડ્રાઈવર ભરતી 2023: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ડ્રાઈવરની કુલ 4062 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને તારીખ 07-08-2023 થી 06-09-2023 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

GSRTC ડ્રાઈવર ભરતી 2023

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ડ્રાઈવરની સીધી ભરતી (ફિક્સ પગાર)ની જગ્યાઓ અન્વયે પસંદગીયાદી/પ્રતીક્ષાયાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રક મંગાવવામાં આવે છે. ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in પર જઈને આપેલ સમયગાળા દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.

GSRTC ડ્રાઈવર ભરતી 2023
GSRTC ડ્રાઈવર ભરતી 2023

4062 ડ્રાઈવર જગ્યાઓ

GSRTC Driver Bharti 2023 / GSRTC Driver Recruitment 2023 દ્વારા કુલ 4062 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે.

12 પાસ લાયકાત

GSRTC દ્વાર પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત મુજબ ડ્રાઈવર ભરતી માટે લાયકાત 12 પાસ (10+2) / સમકક્ષ લાયકાત માંગેલ છે. અન્ય લાયકાતને લગતી માહિતી માટે જાહેરાત વાંચો.

લાયસન્સ

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી પબ્લિક વાહન ચલાવવાનું હેવી લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે તથા હેવી ડ્રાઈવર લાયસન્સ ઓછામાં ઓછુ 4 વર્ષ જુનું હોવું જરૂરી છે. બ્રેકનો સમય અનુભવી ગણતરીમાં ધ્યાને લેવામાં આવશે નહી તથા હેવી લાયસન્સ પછીનો ડિઝલ સહિતના ભારે વાહન ચલાવવાનો ઓછામાં ઓછો ચર વર્ષનો અનુભવનું પ્રમાણપત્ર અરજી સાથે રજુ કરવાનું રહેશે.

પગાર ધોરણ

પસંદગી પામનાર ઉમેદવારોને ડ્રાઈવર કક્ષામાં પાંચ વર્ષ માટે 18,500/- ફીક્સ પગારથી કરાર આધારિત નિમણૂક અપાશે. તેઓને નિયમાનુસાર મળવાપાત્ર ભથ્થા કે લાભો સિવાયના કોઈપણ ભથ્થા કે લાભ મળવાપાત્ર રહેશે નહી. ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે પૂરી થયેથી કંડકટર કક્ષાનો નિગમમાં પ્રવર્તમાન જે મૂળ પગાર અમલમાં હોય તે મૂળ પગારમાં નિયમિત નિમણૂક મેળવવા પાત્ર થશે.

વય મર્યાદા

25 થી 33+1 = 34 વર્ષ (અનામત વર્ગના ઉમેદવારને ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના નીતિ નિયમો મુજબ પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે.)

અરજી / પરીક્ષા ફી

ઓનલાઈન અરજીપત્રક ભરતી સમયે અનામત અને બિનઅનામત કેટેગરીના તમામ ઉમેદવારોએ (દિવ્યાંગ તથા માજી સૈનિક ઉમેદવાર સહિત) અરજીપત્રક ફી રૂ. 50 + રૂ. 9 (GST 18%) = કુલ રૂ. 59 https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર ભરવાની રહેશે. જે ઉમેદવારનો 1:15ના રેશિયો મુજબ 100 ગુણની ઓ.એમ.આર. લેખિત પરીક્ષા આપવા માટે સમાવેશ થયો ન હશે તો તેવા સંજોગોમાં તેવા ઉમેદવારોએ ભરેલ અરજીપત્રક ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહી. અરજીપત્રક ફી ભર્યા વગરની અરજી માન્ય રાખવામાં આવશે નહી.

ઓપ્ટીકલ માર્ક રીડીંગ (OMR) લેખિત પરીક્ષા માટે બોલાવેલ બિનઅનામત (જનરલ) કેટેગરીના તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂપિયા 250 + પોસ્ટલ ચાર્જ ભરવાના રહેશે.

નોંધ: તમામ ઉમેદવારોએ સત્તાવાર જાહેર કરવામાં આવેલ સૂચનાઓ પહેલા વાંચી લેવી ત્યાર બાદ જ ઓનલાઈન અરજી કરવી.

GSRTC ડ્રાઈવર ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?

લાયકાત ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

GSRTC ડ્રાઈવર ભરતી 2023 અરજી છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 07-08-2023
અરજી છેલ્લી તારીખ : 06-09-2023

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ