અમૂલ દૂધના ભાવમાં વધારો : ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) દ્વારા અમૂલ દૂધના ભાવમાં અંદાજીત લીટરે 2 રૂપિયાની વધારો કર્યો છે. આ વધારો તારીખ 03-06-2024ના રોજથી લાગુ થઇ જશે.
અમૂલ દૂધના ભાવમાં વધારો
અમૂલ દૂધ એટલે કે અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ. ટી સ્પેશિયલ વગેરે જેવી પ્રોડક્ટમાં આ વધારો કરવામાં આવ્યો છે. GCMMF દ્વારા તારીખ 2 જૂન 2024ના રોજ સત્તાવાર નવા ભાવ જાહેર કરેલ છે જે નવા ભાવ તારીખ 3 જૂન 2024ના રોજથી લાગુ થઇ જશે.
અમૂલ દૂધની કિંમતોમાં વધારો
પ્રકાર | SKU | હાલની એમઆરપી* (રૂ.) | નવી એમઆરપી* (રૂ.) |
અમૂલ ગોલ્ડ | 500 મિલી | 32 | 33 |
1 લીટર | 64 | 66 | |
અમૂલ શક્તિ | 500 મિલી | 29 | 30 |
અમૂલ ટી – સ્પેશ્યલ | 1 લીટર | 60 | 62 |
અમૂલ ગાયનું દૂધ | 500 મિલી | 27 | 28 |
અમૂલ તાજા | 500 મિલી | 26 | 27 |
1 લીટર | 52 | 54 | |
અમૂલ ચાય મઝા | 500 મિલી | 26 | 27 |
1 લીટર | 52 | 54 | |
અમૂલ સ્લિમ એન ટ્રિમ | 500 મિલી | 23 | 24 |
A2 ગાયનું દૂધ | 500 મિલી | 32 | 33 |
સાગર સ્કિમ્ડ મિલ્ક | 500 મિલી | 20 | કોઈ ફેરફાર નહી |
1 લીટર | 40 | કોઈ ફેરફાર નહી | |
અમૂલ ભેંસનું દૂધ | 500 મિલી | 34 | 36 |
1 લીટર | 68 | 71 |
નોંધ: આ ભાવ વધારો અમને વિવિધ સોશિયલ મીડિયા માધ્યમથી મળેલ છે તેથી અમૂલની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ભાવ વધારા અંગેની તમામ માહિતી વિસ્તાર પૂર્વક જુઓ.