કમોસમી વરસાદની આગાહી: અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી - MY OJAS UPDATE

કમોસમી વરસાદની આગાહી: અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી

વરસાદની આગાહી: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ ભાગોમાં એપ્રિલના અંતથી મે મહિનાની શરૂઆત સુધી માવઠા થઇ શકે છે. આજની આગાહી મુજબ આજથી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વિવિધ જગ્યાએ વરસાદી માવઠાની આગાહી કરેલ છે.

  • રાજ્યમાં હવામાનને લઈને અંબાલાલ પટેલની આગાહી
  • મે મહિનામાં પણ કમોસમી વરસાદની આગાહી
  • 5 મે સુધી વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા
  • દરિયા કિનારા વિસ્તારમાં વરસાદની આગાહી !
  • મે મહિનામાં વાવાઝોડાની શક્યતા !
કમોસમી વરસાદની આગાહી

કમોસમી વરસાદની આગાહી

અંબાલાલ પટેલ દ્વારા આગામી ત્રણ દિવસમાં ગુજરાતના વિવિધ સ્થળો પર માવઠાની આગાહી કરી છે. અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવતી વરસાદ, વાવાઝોડા જેવી હવામાનને લગતી આગાહીઓ મોટેભાગે સાચી પડતી હોય છે. રાજ્યમાં જ્યારથી ઉનાળો બેઠો છે ત્યારથી ચોમાસા જેવું વાતાવરણ જામ્યું છે. માર્ચ-એપ્રિલમાં રાજ્યમાં ઘણી જગ્યાએ બહાર ઉનાળે માવઠા થયા છે.

અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે તારીખ 29-04-2023 થી 5 મે 2023 સુધી રાજ્યના વિવિધ સ્થળો પર માવઠાની શક્યતા છે. અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે કે ગુજરાતમાં મે મહિનામાં પણ વાતાવરણમાં મોટા પલટાઓની શક્યતા છે.

હવામાન વિભાગે પણ કરી છે માવઠાની આગાહી

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના હવામાનને લઈને આગાહી કરી છે કે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ અને સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વિવિધ જગ્યાએ કમોસમી વરસાદ પડી શકે છે. આગાહી પછી ખેડૂતભાઈઓમાં ચિંતાના વાદળો છવાઈ ગયા છે. ખેડૂતભાઈઓના ઉનાળુ પાક પાકણી પર છે અને બીજી બાજુ આ માવઠાઓના સમાચારથી ખેડૂતભાઈઓની ચિંતામાં વધારો કર્યો છે.

અંબાલાલ પટેલની અન્ય આગાહી

અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 10 મે થી 18 મે દરમ્યાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા અને 25 મે થી 10 જૂન વચ્ચે અરબ સાગરમાં ચક્ર્વતાની શક્યતા. દરિયાકિનારા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાની આગાહી. 3 થી 8 જૂન વચ્ચે કેરળમાં ચોમાસાની શરૂઆતની શક્યતાઓ છે.

આ વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી

ગુજરાતના વિવિધ વિસ્તારો જેવા કે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, દાહોદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, વડોદરા, ભાવનગર, બોટાદ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ અને અન્ય વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે કરવામાં આવી છે જેના લીધે આજે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હાલમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતભાઈઓની ચિંતામાં વધારો થયો છે.

અંબાલાલ પટેલ આગાહીવિડીઓ જુઓ
માયઓજસઅપડેટહોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment