અલંકાર - MY OJAS UPDATE

અલંકાર

અલંકાર : હાલમાં ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી સરકારી ભારતીઓ ચાલી રહી છે જેમાં લેખિત પરીક્ષાના એક વિષય તરીકે ગુજરાતી વ્યાકરણ આવે છે જેના આપડે એક અલંકાર ટોપિક વિશે આજે આપડે વિસ્તાર પૂર્વક માહિતી મેળવીએ.

અલંકાર

પોસ્ટ નામઅલંકાર
પોસ્ટ પ્રકારગુજરાતી વ્યાકરણ
વિષયઅલંકાર

ગુજરાતી વ્યાકરણ : અલંકાર

ચાલો તો આપડે આ આર્ટીકલમાં અલંકાર વિશે વિસ્તૃત સમજુતી મેળવીએ.

અલંકારનો અર્થ અને સમજુતી

સામાન્ય રીતે અલંકારનો અર્થ આભુષણ એવો થાય છે. જેવી રીતે આભુષણ વ્યક્તિના સોંદર્યમાં વધારો કરે તેવી રીતે અલંકાર ભાષાના સોંદર્યમાં વધારો કરે છે. આ શબ્દ “અલમ્ + કાર”નો બનેલો છે. (અલમ્ = પર્યાપ્ત, કાર = કરનાર) એટલે કે કશુ ઉમેરવાનું બાકી ન રહે એવી પૂર્ણતા લાવે તે અલંકાર. ભાષામાં રસયુક્ત વાક્યને અલંકાર કહે છે. અલંકારથી ભાષામાં રમણીયતા જન્મે છે.

મુખ્ય બે પ્રકાર છે.

 • શબ્દાલંકાર
 • અર્થાલંકાર

શબ્દાલંકાર

શબ્દોને આધારે રચતા અલંકારને શબ્દાલંકાર કહેવાય છે. આ અલંકારમાં શબ્દોની ગોઠવણીને આધારે ભાષાના સોંદર્યમાં વધારો થાય છે.

વર્ણાનુપ્રાસ / વર્ણસગાઈ

વર્ણ એટલે અક્ષર, પ્રાસ એટલે તાલમેલ, વર્ણસગાઈ એટલે એકના એક શબ્દ સાથેનો સબંધ. એક જ પંક્તિમાં કે વાક્યમાં એકનો એક વર્ણ શબ્દના આરંભે બે કે તેથી વધારે વખત આવે તેને વર્ણાનુપ્રાસ કહેવાય છે.
દા.ત. :

 • સાગરે ભાસતી ભવ્ય ભરતી.
 • કાશીમાએ કામ કાઢ્યું.
 • ધનતેરસે ધન ધોઈને સજ્યા સોળા શણગાર.
 • માંગવું મૃત્યુ પ્રમાણા છે પ્રાણીને.
 • સહિયરનો સાથ ત્યજ્યો સામયે રે લોલ.
શબ્દાનુપ્રાસ / યમક

એક જ પંક્તિ કે વાક્યમાં એક જ શબ્દ(શબ્દસમૂહ) અથવા સરખા ઉચ્ચારવાળા (પ્રાસવાળા) શબ્દો એક કરતા વધારે વખત આવે અને દરેક વખતે તેનો અર્થ જુદો થતો હોય તેવાને શબ્દાનુપ્રાસ અથવા યમક કહેવાય છે.
દા.ત. :

 • જવાની તો જવાની છે.
 • તપેલી તો તપેલી છે.
 • મેં અખાડામાં જવાના ઘણીવાર અખાડા કર્યા.
 • જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય.
આંતરપ્રાસ / પ્રાસસાંકળી

જયારે પ્રથમ ચરણના છેલ્લા શબ્દો અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ રચાય ત્યારે આંતરપ્રાસ અથવા પ્રાસસાંકળી બને છે.
દા.ત. :

 • વિદ્યા ભાણિયો જેહ, તેહ ઘર વૈભવ રૂડો.
 • મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદને કર્યો ઓચ્છવ(ઉચ્છવ, ઉત્સવ).
 • જાણી લે જગદીશ, શીશ સદગુરુને નામી.
 • ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલ, શંખને મૃદંગ.
અંત્યાનુપ્રાસ

દરેક ચરણને અંતે સરખા ઉચ્ચાર વાળો શબ્દ આવ્યો હોય ત્યારે અંત્યાનુપ્રાસ બને છે.
દા.ત. :

 • જેની જશોદા માવલડી, ચરાવે ગાવલડી.
 • ના હિન્દુ નીકળ્યા, ના મુસલમાન નીકળ્યા, કબરો ઉઘાડીને જોયું તો ઇન્સાન નીકળ્યા.
 • લે કવચકુંડળ હવે આપી દીધી, મેં જ મારા બે હાથ કાપી દીધા.

અર્થાલંકાર

શબ્દના અર્થના આધારે ભાષાના સોંદર્યમાં વધારો કરતા અલંકારને અર્થાલંકાર કહેવાય છે.

ઉપમા

જયારે કોઈ એક વસ્તુને કોઈ એક ખાસ ગુણ કે બાબત અંગે બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે ત્યારે ઉપમા બને છે.
જેવો, જેવા, જેવી, શા, શી, શું, શો, માફક, પેઠે, જેમ, સમું, સરખું, સમોવડુ, સમાન, સમાણું, તુલ્ય, સાદૃશ્ય, સરીખું, જેવડું, પ્રમાણ, વત્, તેમ, તણા, કેરા, કેરી, કેરું.
દા.ત. :

 • મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે.
 • ભર્યા કદમ ભૂમિમાં નવજવાન શા ડોસલે!
 • અનિલ શી ઝટ ઉપડી સાંઢણી.
 • સાવ બાળકના સમુ છે આ નગર.
અનન્વય

ઉપમેયની સરખામણી કરવા યોગ્ય ઉપમાન ન મળે ત્યારે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે છે તેને અનન્વય કહેવાય છે.
દા.ત. :

 • ગાંધીજી એટલે ગાંધીજી.
 • મા તે મા ને બીજા વગડાના વા.
 • અબળાની શક્તિ તો અબળા જેવી.
 • હિરો તે હિરો અને કાચ તે કાચ.
રૂપક

ઉપમેય અને ઉપમાન એક જ હોય એમ બતાવવામાં આવે ત્યારે રૂપક બને છે. આમાં એક વસ્તુને બીજી વસ્તુનું રૂપ આપવામાં આવે છે. એક વસ્તુ જ બીજી વસ્તુ છે એમ માની લેવામાં આવે છે.
દા.ત. :

 • ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે.
 • બપોર એક મોટું શિકારી કૂતરું છે.
 • ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જો.
 • પુલ નીચે વહેતી નદી તો સાચુકલી માં છે.
વ્યતિરેક

ઉપમેયને ઉપમાન કરતા શ્રેષ્ઠ બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક બને છે.
દા.ત. :

 • શિક્ષક એટલે બાપ કરતા પણ વિશિષ્ટ.
 • એનુ અંગ કમળથીયે કોમળ છે.
 • રાજુની ગાળો તો તેને મધથીયે મીઠી લાગતી હતી.
 • નયન બાણ કરતા જીહ્વાબાણ વધારે કાતિલ નિવડે છે.
ઉત્પ્રેક્ષા

જયારે ઉપમેય અને ઉપમાન બન્ને એકરૂપ છે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા બને છે.
આમાં એક વસ્તુ બીજી વસ્તુ હોવાની શંકા કે કલ્પના કવામાં આવે છે.
આ અલંકારમાં જાણે, રખે, શકે, ભણે, લાગે, દિસે વગેરે જેવા ઉત્પ્રેક્ષા વાચક શબ્દો આવે છે.
દા.ત. :

 • સાવજ ગરજે ! જાણે કો જોગંદર ગરજે.
 • દેવોના ધામ જેવું હૈયું જાણે હિમાલય.
 • ઉપાન(જોડુ) રેણુએ(રજ) આભ છાયો શું સૈન્ય મોટું જાય.
 • હોડી જાણે આરબની ઘોડી.
વ્યાજસ્તુતિ

જયારે દેખિતી રીતે નિંદાના બહાના હેઠળ કોઈની પ્રશંસા થઈ હોય અથવા પ્રશંસાના બહાના હેઠળ કોઈની નિંદા થતી હોય તેવા અલંકારને વ્યાજસ્તુતિ કહેવાય છે.
દા.ત. :

 • વાહ પહેલવાન! પાપડ તોડી નાખ્યો.
 • દોડવામાં હું હંમેશા પહેલો જ રેહેતો – પાછળથી ગણાતા.
 • તમે ખરા રમતવીર! ઉગતો બાવળ કુદી ગયા.
 • તેના સંગીતનો એવો જાદુ, કુંભકર્ણની કૃપા યાચવી જ ન પડે.
શ્લેષ

એક જ વિધાન કે કાવ્ય પંક્તિમાં અનેકાર્થી(દ્રિઅર્થ) શબ્દ પ્રયોજાયો હોય અને તેને લોધે વિધાન કે કાવ્ય પંક્તિના એજ કરતા વધારે અર્થો થાય તેવા અલંકારને શ્લેષ કહેવાય છે.
દા.ત. :

 • તમે પસંદ કરેલુ પાત્ર પાણી વગરનું છે.
 • રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે.
 • આ રમાણીનો રાગ કોને મુગ્ધ ન કરે.
 • અઢળક ઢળિયો રે શામળિયો.
સજીવારોપણ

નિર્જીવ અંદર સજીવનું આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ કહેવામાં આવે છે.
દા.ત. :

 • પથ્થર થરથર ધ્રૂજે.
 • ગગને સૂરજ ઝોંકા ખાતો, આભ તણી આંખો ઘેરાઈ.
 • નામવરા તાકાત વધારે પડતી ઉદારતાથી શરમિદી(મહારાજ) પડે છે.
 • હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ.
અતિશયોક્તિ

જયારે કોઈ હકીકતને વધારીને કહેવામાં આવે ત્યારે અતિશયોક્તિ બને છે. આ અલંકારમાં ઉપમેય ઉપમાનમાં સમય જાય છે.
દા.ત. :

 • પડતા પહેલા જ તેના પ્રાણ નીકળી ગયા.
 • તેના ધનુષ્ટંકાની સાથે જ શત્રુઓ મરવા લાગ્યા.
 • રે સૂર્યમાં માછલી તરી રહી.
 • કુંતી! તારા કર્ણને પણ તુ લેતી જા.
અલંકાર
અલંકાર

1 thought on “અલંકાર”

Leave a Comment