Latest Job, Answer Key, Result, Yojana


Russia Earthquake-રશિયામાં એક કલાકમાં 5 ભૂકંપ: 7.4 તીવ્રતાનો જોરદાર આંચકો, દરિયાકાંઠે સુનામીની મોટી ચેતવણી

Russia Earthquake: રશિયામાં એક જ કલાકમાં પાંચ વખત ભયાવહ ભૂકંપ આવ્યો છે. જેની તીવ્રતા 6.6 થી 7.4ની વચ્ચે નોંધાઈ હતી. સૌથી મોટો ભૂકંપનો આંચકો 7.4ની તીવ્રતાનો હતો. ત્યારબાદ રશિયાના તટીય વિસ્તારોમાં સુનામીનું એલર્ટ આપવામાં આવ્યું હતું. લોકોને ઊંચાણ વાળા વિસ્તારોમાં ખસી જવા અપીલ કરવામાં આવી હતી. તમામ ભૂકંપનું કેન્દ્ર પેટ્રોપાવલોવસ્ક-કામચાત્સ્કી શહેરમાં 10 કિમી ઊંડાઈમાં નોંધાયું હતું. 

Russia Earthquake-રશિયામાં એક કલાકમાં 5 ભૂકંપ

શનિવારે રશિયામાં માત્ર એક જ કલાકમાં ધરતીમાં ભારે હલચલ જોવા મળી. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ રશિયાના દુરસ્ત પૂર્વીય વિસ્તારમાં આવેલા કુરીલ આઇલેન્ડ્સ નજીક પાંચ વખત ભૂકંપના આંચકા નોંધાયા છે. સૌથી શક્તિશાળી ભૂકંપનું મેગ્નિટ્યુડ 7.4 હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ છે અને લોકો ઘરમાંથી બહાર નીકળી રહ્યા છે

ભૂંકપથી અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ આવ્યા નથી. સ્થાનિક વહીવટીતંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. તીવ્ર ભૂકંપના કારણે  પ્રવૃત્તિને પગલે, પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રએ કામચાટકા પેસિફિક માટે ‘સુનામી’નું એલર્ટ જાહેર કર્યું છે. USGS એ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, પેટ્રોપાવલોવસ્ક-કામચાત્સ્કીથી M 7.4 – 144 કિમી પૂર્વમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

ભારે પાવરફુલ ઝટકો અને વારંવાર ભૂકંપ

વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, પ્રથમ મોટો આંચકો લગભગ રાતે 11:30 વાગ્યે આવ્યો હતો. ત્યાર પછી નાના-મોટા એમ કુલ 4 આંચકા એક કલાકમાં જ નોંધાયા. કેટલાક વિસ્તારોમાં ધરતીને ધક્કા એટલા જોરદાર લાગ્યા કે બિલ્ડિંગોના કાચ તૂટી ગયા, ઘરનાં સાધનો નીચે પડી ગયા અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો.

જમીનની ઊંડાઈથી કેમ આવે છે આવું ભૂકંપ?

વિજ્ઞાનીઓ અનુસાર, રશિયાનો કુરીલ આઇલેન્ડ વિસ્તાર પેસિફિક ફાયર રિંગનો ભાગ છે. આ ક્ષેત્ર ભૂગર્ભ પ્લેટોની સરહદે આવેલું છે જ્યાં પેસિફિક પ્લેટ અને યૂરેશિયન પ્લેટ અથડાતી રહે છે. આ કારણે ભૂકંપ આવવાની સંભાવના સતત રહે છે. ભૂકંપની ઊંડાઈ લગભગ 210 કિમી નોંધાઈ છે, એટલે આ પ્રકારના ઝટકા ઘણીવાર દરિયામાં બળવાન સુનામીનું કારણ બની શકે છે

Leave a Comment