Latest Job, Answer Key, Result, Yojana


પીએમ કિસાન 20મો હપ્તો 2025 જાહેર

પીએમ કિસાન 20મો હપ્તો 2025: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના ભારતના ખેડૂતો માટે નાણાકીય સહાય પૂરી પાડવાની એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના હેઠળ, લાયક ખેડૂતોને દર વર્ષે ₹6,000ની સહાય ત્રણ સમાન હપ્તાઓમાં (₹2,000 દરેક) આપવામાં આવે છે. 20મો હપ્તો 2 ઓગસ્ટ 2025 ના રોજ જાહેર કરવામાં આવશે.

પીએમ કિસાન 20મો હપ્તો 2025

પોસ્ટ નામપીએમ કિસાન 20મો હપ્તો 2025
હપ્તો જાહેર તારીખ2 ઓગસ્ટ 2025
રકમ₹2,000
લાભાર્થીઓઆશરે 9.7 કરોડથી વધુ ખેડૂતોને આ હપ્તાનો લાભ મળશે, જેના માટે ₹20,500 કરોડનું વિતરણ થશે

PM Kisan 20th Installment 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે એક કાર્યક્રમ દરમિયાન 20મો હપ્તો જાહેર કરશે. ₹2,000, જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા લાયક ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે. આશરે 9.7 કરોડથી વધુ ખેડૂતોને આ હપ્તાનો લાભ મળશે, જેના માટે ₹20,500 કરોડનું વિતરણ થશે. હપ્તો જમા થયા બાદ ખેડૂતોને તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર SMS દ્વારા સૂચના મળશે, જેમાં “PM Kisan ની રકમ તમારા ખાતામાં જમા થઈ ગઈ છે” જેવી માહિતી હશે.

e-KYC ફરજિયાત

e-KYC વિના હપ્તો જમા થશે નહીં. e-KYC નીચેની રીતે કરી શકાય છે:

  • OTP-આધારિત e-KYC: PM Kisan પોર્ટલ (pmkisan.gov.in) અથવા મોબાઇલ એપ પર.
  • બાયોમેટ્રિક e-KYC: નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા સ્ટેટ સેવા કેન્દ્ર (SSK) પર.

આધાર-બેંક લિંક

  • આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું જોઈએ અને ખાતું DBT માટે સક્રિય હોવું જોઈએ.

પીએમ કિસાન 20મો હપ્તો 2025 કઈ રીતે ચેક કરવું?

નીચેના સ્ટેપ ફોલોવ કરીને તમારો હપ્તો ચેક કરો.

  • PM Kisan ની સત્તાવાર વેબસાઈટ (pmkisan.gov.in) પર જાઓ.
  • આપેલ ઓપ્શનમાંથી “Know Your Status” પસંદ કરો.
  • રજીસ્ટ્રેશન નંબર લખો.
  • કેપ્ચા કોડ લખો.
  • ઓટીપી મોબાઈલ પર જશે એ લખો.
  • “Get Data” પર ક્લિક કરો અને પેમેન્ટની વિગતો ચેક કરો.

પીએમ કિસાન બેનિફિશિયરી લિસ્ટ કઈ રીતે ચેક કરવું?

  • PM Kisan ની સત્તાવાર વેબસાઈટ (pmkisan.gov.in) પર જાઓ.
  • આપેલ ઓપ્શનમાંથી “Beneficiary List” પસંદ કરો.
  • રાજ્ય, જીલ્લો, તાલુકો, ગામ પસંદ કરો
  • લીસ્ટ તારું આવશે તે જુઓ
હપ્તો ચેક કરોઅહીં ક્લિક કરો
બેનિફિશિયરી લિસ્ટ જુઓઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

નોંધ: આ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા મળેલ છે તેથી સત્તાવાર વેબસાઈટની મુલાકાત અવશ્ય લેવી.

Leave a Comment