કાયદા સલાહકાર ભરતી 2025: નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હસ્તકની અમદાવાદ (1), ગાંધીનગર (2), મહેસાણા (1), સુરત (1), ગોધરા (1), વડોદરા (1), ભાવનગર (1), રાજકોટ (2) એમ કુલ 10 સ્થળો ઉપરની કચેરીઓની જગ્યાઓ પર કાયદા સલાહકાર (Legal Consultant) ની 11 માસ માટે કરાર આધારીત નિમણૂક માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી નીચેની વિગતોએ નિયત નમૂનામાં અરજી મંગાવવામાં આવે છે.
કાયદા સલાહકાર ભરતી 2025
પોસ્ટ ટાઈટલ | કાયદા સલાહકાર ભરતી 2025 |
જગ્યાનું નામ | કાયદા સલાહકાર |
કુલ જગ્યા | 10 |
વિભાગ | નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ |
છેલ્લી તારીખ | 12-08-2025 |
અરજી પ્રકાર | ઓફલાઈન |
લાયકાત અને અનુભવ
- ભારતની માન્ય યુનિવર્સીટીના કાયદાના સ્નાતકની પદવી (LLB)
- કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવા જોઈએ.
- CCC+ levelનું કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
- ઉમેદવાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અથવા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં નોંધણી ધરાવતો હોવા જોઈએ.
- ઓછામાં ઓછો 5 (પાંચ) વર્ષનો પ્રેકટીસીંગ એડવોકેટ તરીકેનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. જે પૈકી,
- નામ. હાઈકોર્ટમાં ઓછામાં ઓછી 03 વર્ષની વકીલાતનો અનુભવ (હાઈકોર્ટ કોડ ધરાવતા હોય તેવા ઉમેદવારોનો અનુભવ જ ધ્યાને લેવામાં આવશે. સિનિયર વકીલ સાથે અનુભવ લીધેલ હોય પરંતુ હાઈકોર્ટ કોડ ધરાવતા ન હોય તેવા ઉમેદવારોનો આવો અનુભવ માન્ય ગણવામાં આવશે નહી.), અથવા
- સરકારી વિભાગો / વિભાગીય કચેરીઓમાં / સરકારના જાહેર સાહસો સરકાર વતી નામ. સુપ્રિમકોર્ટ / હાઈકોર્ટ / જિલ્લા કોર્ટના કેસમાં બચાવની કામગીરીમાં 03 વર્ષનો અનુભવ.
પગાર અને ભથ્થા
- 60,000/- માસિક ફિક્સ એકત્રિત રકમ
વય મર્યાદા
- મહત્તમ 50 વર્ષ
અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી જરૂરી છે.
અરજી પત્રક સાથે “ઉપસચિવ” નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, ગુજરાત સરકારના નામનો રૂ. 100/-નો નોન રીફંડેબલ Demand Draft મોકલવાનો રહેશે.
સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજી પત્રક (શૈક્ષણિક પ્રમાણપત્રોની નકલ તેમજ અનુભવના આધારે પુરાવા સાથે) મોડામાં મોડા તારીખ 12-08-2025 સુધીમાં મળે તે રીતે ઉપ સચિવ શ્રી (મહેકમ), નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, બ્લોક – 9/5 મો માળ, સરદાર ભવન, ગાંધીનગરના નામે મોકલી આપવાના રહેશે. અધુરી વિગતવાળી તેમજ નિયત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહી.
અરજી પત્રકનો નમૂનો, જાહેરાત અંગે વિગતવાર માહિતી તથા લીગલ કન્સલ્ટન્ટની જગ્યાની બોલીઓ/શરતો અને ફરજો/કામગીરીની વિગતો વિભાગની વેબસાઈટ https://guj-nwrws.gujarat.gov.in પર મુકવામાં આવેલ છે.
કાયદા સલાહકાર ભરતી 2025 જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
અરજી ફોર્મ ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |