GSSSB ભરતી 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વનરક્ષક, ફિલ્ડ ઓફિસર અને પ્રોબેશન ઓફિસર (દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ) જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
GSSSB ભરતી 2025
ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર તમામ સંવર્ગો માટે તારીખ 01-08-2025 (બપોરના 13-00 કલાક) થી તારીખ 10-08-2025 (રાત્રીના 23.59 કલાક) દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.
પોસ્ટ ટાઈટલ | GSSSB ભરતી 2025 |
પોસ્ટ નામ | વનરક્ષક, ફિલ્ડ ઓફિસર અને પ્રોબેશન ઓફિસર |
કુલ જગ્યા | 162 |
છેલ્લી તારીખ | 10-08-2025 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
ઓજસ ભરતી 2025 / OJAS Bharti 2025
જાહેરાત ક્રમાંક | સંવર્ગ | વિભાગનું નામ | કચેરીનું નામ | જગ્યા |
335/202526 | વનરક્ષક, વર્ગ 3 | વન અને પર્યાવરણ | અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગરની કચેરી | 157 |
337/202526 | ફિલ્ડ ઓફિસર, વર્ગ 3 | મહિલા અને બાળ વિકાસ વિભાગ | કમિશ્નર, મહિલા અને બાળ વિકાસની કચેરી-ગાંધીનગર (મહિલા કલ્યાણ) | 3 |
338/202526 | પ્રોબેશન ઓફિસર, વર્ગ 3 | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ | સમાજ સુરક્ષાની કચેરી | 2 |
કુલ જગ્યાઓ | 162 |
નોંધ: ઉપર દર્શાવેલ તમામ જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ ભરવાની છે.
વનરક્ષક, વર્ગ 3
- લાયકાત : માધ્યમિક અને/અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરેલી હોવી જોઇશે અને સરકારે તે તરીકે માન્ય કરેલી તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ; અન્ય માહિતી માટે જાહેરાત વાંચો.
- વય મર્યાદા : 18 થી 33 વર્ષ. વય મર્યાદામાં છૂટછાટ નિયમો મુજબ મળશે.
- પગાર : રૂ. 26,000/- ફિક્સ પ્રથમ પાંચ વર્ષ માટે
ફિલ્ડ ઓફિસર, વર્ગ 3
- લાયકાત : ભારતમાં કેન્દ્ર અથવા રાજ્ય કાયદા દ્વારા સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીઓ અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક્ટ, ૧૯૫૬ ની કલમ ૩ હેઠળ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અથવા જાહેર કરાયેલ કોઈપણ શૈક્ષણિક સંસ્થાઓમાંથી સામાજિક કાર્ય, સમાજશાસ્ત્ર અથવા મનોવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી; અન્ય માહિતી માટે જાહેરાત વાંચો.
- વય મર્યાદા : 18 થી 35 વર્ષ. વય મર્યાદામાં છૂટછાટ નિયમો મુજબ મળશે.
- પગાર : રૂ. 40,800/- ફિક્સ પ્રથમ પાંચ વર્ષ માટે
પ્રોબેશન ઓફિસર, વર્ગ 3
- લાયકાત : ભારતમાં કેન્દ્ર અથવા રાજ્ય કાયદા દ્વારા સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીમાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક્ટ, ૧૯૫૬ ની કલમ ૩ હેઠળ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અથવા જાહેર કરાયેલ કોઈપણ અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાંથી મુખ્ય વિષય તરીકે સામાજિક કાર્ય અથવા સમાજશાસ્ત્ર અથવા મનોવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી; અન્ય માહિતી માટે જાહેરાત વાંચો.
- વય મર્યાદા : 18 થી 35 વર્ષ. વય મર્યાદામાં છૂટછાટ નિયમો મુજબ મળશે.
- પગાર : રૂ. 40,800/- ફિક્સ પ્રથમ પાંચ વર્ષ માટે
પરીક્ષા ફી
પ્રાથમિક પરીક્ષા | અનામત વર્ગ (દિવ્યાંગ ઉમેદવારો) |
પરીક્ષા ફી | રૂ. 400/- |
પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે.
GSSSB ભરતી 2025 અરજી કઈ રીતે કરશો?
લાયકાત ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
GSSSB ભરતી 2025 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
તારીખ 01-08-2025 (બપોરના 13-00 કલાક) થી તારીખ 10-08-2025 (રાત્રીના 23.59 કલાક) દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે
વનરક્ષક જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ફિલ્ડ ઓફિસર જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
પ્રોબેશન ઓફિસર જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |