Earthquake: ઉત્તરાખંડના ચમોલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.3 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર 10 કિ.મી. ઊંડે હતું. આ ઉપરાંત અફઘાનિસ્તાન, મ્યાનમાર અને તિબેટમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
Earthquake
અફઘાનિસ્તાનમાં 4.2 અને 4.0 ની તીવ્રતાના ભૂકંપ આવ્યા હતા. તેનું કેન્દ્ર અનુક્રમે 190 કિમી અને 125 કિ.મી. હતું. આ દરમિયાન તિબેટમાં 3.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેનું કેન્દ્ર 10 કિ.મી. ઊંડે હતું. જ્યારે મ્યાનમારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.7 હતી અને તેનું કેન્દ્ર જમીનથી 105 કિ.મી. ઊંડે હતું.
મ્યાનમાર પણ ભૂકંપપ્રવણ દેશોમાં આવે છે. અહીં 17 જુલાઈથી સતત અલગ અલગ તીવ્રતાના ભૂકંપ નોંધાયા છે. સૌથી વધારે 4.8 તીવ્રતાનો ઝટકો 18 જુલાઈના રોજ રાત્રે અનુભવાયો હતો. ધરતીના અંદાજે 10-15 કિમી ઊંડે આવેલા કેન્દ્રસ્થળને કારણે આ ભૂકંપના ઝટકા આસપાસના વિસ્તારોમાં પણ મહેસૂસ થયા. કોઈ મોટી નુકસાનીના સમાચાર નથી પણ લોકો ઘર બહાર રાત્રે ઊંઘ્યા હતા.
ભારતના ઉત્તર અને ઉત્તર-પૂર્વ વિસ્તારમાં પણ ભૂકંપના ઝટકા નોંધાયા છે. 19 જુલાઈએ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં 3.3 તીવ્રતાનો હળવો ભૂકંપ આવ્યો. હરિયાણા રાજ્યમાં ઝઝ્જરમાં 2.5 તીવ્રતાનો નાનો ભૂકંપ નોંધાયો છે. આ બંને ઝટકા સામાન્ય સ્વરૂપના હતાં અને કોઈ જાનહાની અથવા નુકસાન થયું નથી
શા માટે થાય છે ભૂકંપ
ભૂકંપનું મુખ્ય કારણ જમીન નીચે આવેલા ટેક્ટોનિક પ્લેટ્સ છે. જ્યારે આ પ્લેટ્સ એકબીજા સાથે અથડાય છે કે ખસે છે ત્યારે ભૂકંપ આવે છે. હિમાલય સહિત અફઘાનિસ્તાન, તિબેટ અને મ્યાનમાર જેવા પ્રદેશોમાં આ પ્લેટ્સનું ગતિશીલ જાળું વધારે સક્રિય છે. એટલે અહીં વારંવાર મધ્યમ અથવા ઉંચી તીવ્રતાના ભૂકંપ અનુભવાય છે.