Latest Job, Answer Key, Result, Yojana


ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે જાહેર કર્યું રેડ એલર્ટ

ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગે આજે અરવલ્લી, મહિસાગર અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપ્યું છે.

ભારે વરસાદની આગાહી

છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 181 તાલુકામાં સરેરાશ 21.87 મિલિમીટર વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં 7.52 ઈંચ અને અરવલ્લીના મોડાસામાં 6.22 ઈંચ વરસાદ વરસ્યો હતો. મોડી રાતથી જ અમદાવાદ,પાટણ, મહિસાગર અને પંચમહાલમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે.

થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરીથી તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. ગઇકાલે મોડી રાત્રે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર થઇ હતી. જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જો કે, અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને બફારામાંથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે જાહેર કર્યું રેડ એલર્ટ

હવામાન વિભાગે આજે અરવલ્લી, મહિસાગર અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 181 તાલુકામાં સરેરાશ 21.87 મિલિમીટર વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં 7.52 ઈંચ અને અરવલ્લીના મોડાસામાં 6.22 ઈંચ વરસાદ વરસ્યો હતો. મોડી રાતથી જ અમદાવાદ,પાટણ, મહિસાગર અને પંચમહાલમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા આજે અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Leave a Comment