BSF ભરતી 2025: ભારતીય સીમા સુરક્ષા દળ એટલે કે BSF (Border Security Force) એ વર્ષ 2025 માટે કોન્સ્ટેબલ ટ્રેડ્સમેનના અનેક પોસ્ટ માટે નવી ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. દેશની સુરક્ષા માટે પોતાના જીવનને સમર્પિત કરવા ઇચ્છુક યુવાનો માટે આ બહુ મોટી તક છે. ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી મેળવી શકો છો – પાત્રતા, વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કરવાની પ્રણાળી
BSF ભરતી 2025
BSF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી 2025: બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ સમગ્ર ભારતમાં કુલ 3588 ખાલી જગ્યાઓ માટે BSF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી 2025 ની સત્તાવાર સૂચના બહાર પાડી છે.
આ એવા ઉમેદવારો માટે છે જેમણે 10મું ધોરણ પાસ કર્યું છે અને સંબંધિત ટ્રેડમાં ITI પ્રમાણપત્ર ધરાવે છે, તેઓ ભારતના સૌથી પ્રતિષ્ઠિત સશસ્ત્ર દળોમાં જોડાવા માટે એક સુવર્ણ તક છે. અરજી પ્રક્રિયા 26 જુલાઈ 2025 થી શરૂ થાય છે અને 25 ઓગસ્ટ 2025 સુધી ખુલ્લી રહેશે.
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.
- સંબંધિત ટ્રેડમાં ITI પ્રમાણપત્ર ધરાવતું હોવું જોઈએ.
વય મર્યાદા
- ન્યૂનત્તમ ઉંમર: 18 વર્ષ
- મહત્તમ ઉંમર: 25 વર્ષ
- સરકારના નિયમો અનુસાર SC/ST/OBC/EWS/Ex-Servicemen માટે વયમર્યાદામાં છૂટછાટ મળશે.
પગાર
પે મેટ્રીક્સ લેવલ 3, પે સ્કેલ 21,700/- થી 69,100/-, ૭મું પગારપંચ
BSF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન પસંદગી પ્રક્રિયા
- શારીરિક ધોરણ કસોટી (PST)
- શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET)
- લેખિત કસોટી
- દસ્તાવેજ ચકાસણી
- તબીબી પરીક્ષા
BSF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરશો?
લાયકાત ધરાવતા ઉમેદવારો https://rectt.bsf.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
મહત્વપૂર્ણ તારીખો
અરજી કરવાની છેલ્લી તારીખ : 25-08-2025
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા | અહીં ક્લિક કરો |
માયઓજસઅપડેટ હોમ પેજ | વિઝીટ કરો |