જમીન માપણી અરજી કરો ઓનલાઈન અહીં ક્લિક કરો @iora.gujarat.gov.in

 જમીન માપણી અરજી કરો ઓનલાઈન : રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ટેકનોલોજીના ઉપયોગ થકી પ્રજાને કર્મચારી સાથે સીધા સંપર્ક વિના સેવાઓ મેળવી શકે તે અંગે ઓનલાઈન સેવાના ઉપયોગ થકી વિવિધ મહેસૂલી સેવાઓને ઓનલાઈન કરવામાં આવી રહી છે. મહેસુલી સેવાઓ ઓનલાઈન થવાથી કાર્યપધ્ધતી ઝડપી, સરળ અને પારદર્શક બનેલ છે.

જમીન માપણી અરજી કરો ઓનલાઈન

પોસ્ટ ટાઈટલ જમીન માપણી અરજી કરો ઓનલાઈન
પોસ્ટ નામ જમીન માપણી અરજી કરો ઘરબેઠા ઓનલાઈન
વિભાગ મહેસુલ વિભાગ – ગુજરાત
સ્થળ ગુજરાત રાજ્ય
સત્તાવાર વેબ સાઈટ https://iora.gujarat.gov.in
સેવા પ્રકાર ઓનલાઈન

જમીન માપણી અરજી કરો મોબાઈલથી

જમીન દફતર ખાતાની કચેરીમાં માપણી માટેની અરજી કરવાની પ્રક્રિયા ઝડપથી અને અરજદાર દ્વારા કચેરીના સિદ્ધ સંપર્ક વગર હાથ ધરાય તે બાબત સરકારની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાના અંતે સરકારશ્રી દ્વારા વધુ એક મહેસુલઈ સેવા “જમીન માપણી પૈકી જમીન હદ માપણી, હિસ્સા માપણી પૈકી માપણી કરાવવા માટેની અરજી” iORA પોર્ટલથી ઓનલાઈન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઓનલાઈન જમીન માપણી

જમીન માપણી અરજી કરો ઓનલાઈન : ગુજરાત સરકારે IORA Gujarat Jamin Mapani Online નામનો પોર્ટલ શરુ છે. જેના દ્વારા ગુજરાતની જમીનના રેકોર્ડ સરળતાથી મેળવી શકાય છે. આજે અમે તમને iORA (Online Jamin Mapani) પોર્ટલ વિશે માહિતી આપીશું. આ પોર્ટલ સહાયથી, તમે તમારી જમીનની માહિતી તમારા મોબાઈલમાં જ ઘર બેઠા જોઈ શકશો અને જમીન માપણી માટે અરજી કરી શકશો

માપણી માટેની ઓનલાઈન અરજી ગ્રામ પંચાયતમાંથી પણ પંચાયત વિભાગ દ્વારા નક્કી થયેલ દરે કરી શકાશે. જો કોઈ અરજદારને ઓનલાઈન અરજી કરવામાં અગવડતા હોય તો જીલ્લા નિરિક્ષક જમીન દફતર કચેરીમાં હેલ્પ ડેસ્કનો સંપર્ક કરીને તેઓની સહાયથી પણ ઓનલાઈન અરજી કરી શકાશે. આ માટે તમામ જીલ્લા નિરિક્ષક જમીન દફતરની કચેરીમાં હેલ્પ ડેસ્કની સુવિધા માટે એક કર્મચારીને અરજદારને મદદરૂપ થવાની કામગીરી ફાળવવાની રહેશે.

પ્ર્રથમ તબક્કામાં ખેડૂત ખાતેદારો દ્વારા કરવામાં આવતી હદ માપણી, હિસ્સા માપણી પૈકી માપણીની અરજી ઓનલાઈન કરી શકાશે ત્યારબાદ અન્ય પ્રકારની માપણી અરજી તબક્કાવાર ઓનલાઈન કરવામાં આવશે. દરેક સરવે નંબર દીઠ અરજદારે અલગ માપણી અરજી કરવાની રહેશે, પરંતુ હિસ્સા માપણીના અને હદ માપણીના કિસ્સામાં એક જ સર્વે નંબરના પૈકી પાનીયા હશે તો જરૂરી હોય તેટલા પૈકી નંબરોને માપણી મે એક જ અરજીમાં પસંદ કરી શકાશે.

દરેક અરજીની માપણી ફી ની ગણતરી સિસ્ટમ દ્વારા કરવામાં આવશે, તેમજ ફી ઓનલાઈન ભરવાની રહેશે. માપણી કામગીરી બાબાગ અરજદારને માપણી શીટની સોફ્ટકોપી (સ્કેન કોપી) ઈ-મેલથી મોકલવાની રહેશે. અરજદારને માપણીશીટ ઈ-મેઈલથી મોકલ્યાથી ૩૦ દિવસમાં માપણી શીટની એક હાર્ડકોપી પ્રથમ વખત અલગથી કોઈ ફી વસુલ્યા વિના જીલ્લા નિરિક્ષક જમીન દફતરની કચેરીએથી પૂરી પાડવાની રહેશે. સમયમર્યાદા પછી જરૂરી નકલ ફી ભર્યેથી માપણીશીટની નકલ પૂરી પાડવાની રહેશે.

માપણી માટે નિયત કરેલ તારીખની જાણ અરજદારને ડિજિટલ માધ્યમથી અરજીમાં જણાવેલ ફોન નંબર પર SMS અને Email દ્વારા કરવામાં આવશે. જો માપણી માટે આપેલ નિયત તારીખે કાબુ બહારના સંજોગો જેવા કે કુદરતી આફત, વરસાદ, કોર્ટ મેટર, મેડીકલ ઈમરજન્સી, કોઈ જરૂરી વહીવટ કામ અથવા અન્ય કોઈ કારણે સર્વેયર માપણી કરવા ફાળવેલ તરીખ અને સમયે જઈ શકે નહી તો સોફ્ટવેરમાં તે અંગેનું કારણ દર્શાવીને અરજદારને માપણી માટે બીજી તારીખ અને સમયની SMS અને E-Mailથી જાણ કરવામાં આવશે અને તે અંગે અરજદાર પાસેથી કોઈ વધારાની ફી વસુલવાની રહેશે નહી.

જમીન માપણી બે પ્રકારની હોય છે

  • સાદી માપણી : જેનો નિકાલ પેમેન્ટ રીસીપ્ટ જનરેટ થયેથી 60 દિવસમાં કરવામાં આવે છે.
  • અરજન્ટ માપણી : જેનો નિકાલ પેમેન્ટ રીસીપ્ટ જનરેટ થયેથી ૩૦ દિવસમાં કરવામાં આવશે.

જમીન માપણી અરજી કરો ઘરબેઠા મોબાઇલથી

જમીન માપણી અરજીઓ અરજદાર iORA પોર્ટલ (iORA : Integrated Online Revenue Application – gujarat.gov.in) પરથી ઓનલાઈન ઘર બેઠા કરી શકાશે.

પહેલા જમીન માપણી pdf માટે ઓફલાઈન અરજી કરવામાં આવતી તે માટે DILRની કચેરીએ અરજી કરવા માટે જવું પડતું.

જમીન માપણી અરજી કરો ઓનલાઈન સ્ટેપ બાય સ્ટેપ

  • નવી અરજી કરવા માટે iORA પોર્ટલ (https://iora.gujarat.gov.in) પર જાઓ. iORA પોર્ટલના મુખ્ય પેજ પર આવેલ મેનુમાં “Online Applications” પર ક્લિક કરો
  • અરજીનો હેતુ “જમીન માપણી સંબંધિત અરજી” પસંદ કરો. (અરજી માટેની વિગતવાર સૂચનાઓ અને કાર્યપદ્ધતિ આ સાથે પરિશિષ્ટ 1 માં સામેલ છે)
  • અરજીમાં જણાવેલ તમામ વિગતો શ્રુતિ ફોન્ટમાં દાખલ કરવાની રહેશે.
  • અરજી વિગતો ભર્યા બાદ અરજી તથા સોગંધનામાની પ્રિન્ટ કરી તેમાં સબંધિત વ્યક્તિઓની સહી કરી, વાંચી શકાય તેવી ક્વોલીટીમાં સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. ગામ નમુના નંબર 7 અને ગામ નમુના નંબર 8ને અપલોડ કરવાના રહેતા નથી.
  • અરજી અપલોડ કર્ય બાદ માપણી ફીનું પેમેન્ટ ઓનલાઈન / NEFT ચલણથી કરવાનું રહેશે. પેમેન્ટ કર્યા બાદ પેમેન્ટની રિસીપ્ટ પોર્ટલ પરથી ફરજીયાત જનરેટ કરવાની રહેશે, અન્યથા અરજીની કામગીરી પૂર્ણ થયેલ ગણાશે નહી.

જમીન માપણી અરજી કરો ઓનલાઈન : અહીં ક્લિક કરો

નોંધ : NEFT ચલણથી પેમેન્ટ કરેલ હોય તો જે તે બેંક દ્વારા પેમેન્ટ પ્રોસેસ થયા બાદ ચલણ પર સહી – સિક્કા કરી ટ્રાન્ઝેક્શન નંબર લખી તેને પરત કરવામાં આવે છે. આ પરત કરેલ ચલણ પેમેન્ટ રીસીપ્ટ નથી. પેમેન્ટ રીસીપ્ટ જે તે બેંક પેમેન્ટ પ્રોસેસ કરે ત્યાર બાદ iORA પોર્ટલ પરથી જ જનરેટ કરવાની રહેશે.

Leave a Comment