તમારા જિલ્લાની નોકરીની માહિતી મેળવો મોબાઈલમાં

ભારત સરકાર અને ગુજરાત સરકાર દેશના લોકો માટે ઘણા ક્ષેત્રમાં નવી રોજગારીની તકો ઉભી કરવામાં આવે છે. સરકારી અને પ્રાઇવેટ પ્લેટફોર્મ પર યુવાનોને રોજગારી મળી રહે તે સરકારનું કામ છે અને સરકાર હાલ નવી રોજગારની તકો ઉભી કરે જ છે.

ગુજરાતમાં Gujarat Employment Services દ્વારા નોકરીદાતા અને નોકરી ઈચ્છુક વચ્ચે કોમ્પ્યુનિકેશન જળવાય તે માટે Digital India પ્રોગ્રામ હેઠળ ‘અનુબંધમ પોર્ટલ” બહાર પાડવામાં આવ્યું છે. “Anubandham App” દ્વારા નોકરી આપનાર અને નોકરી લેનાર વચ્ચે મોબાઈલ અને ઈન્‍ટરનેટના માધ્યમથી સરળતાથી સંકલન થઈ શકે છે.

અનુબંધમ રોજગાર પોર્ટલ 2022

તમારા જીલ્લાની નોકરીની માહિતી : Department of Labour and Employment, Government of Gujarat ના હેઠળ કાર્યરત Directorate of Employment & Training, DET દ્વારા આ વેબપોર્ટલનું સંચાલન થશે. જેમાં DET નું મુખ્યકાર્ય ગુજરાત રાજ્યમાં યુવાનોને વ્યાવસાયિક તાલીમ અને રોજગાર સેવાઓ પૂરી પાડવાનું કાર્ય કરે છે.

અનુબંધમ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો?

1) anubandham.gujarat.gov.in પર જાઓ 2)  નોંધણી બટન પર ક્લિક કરો

જરૂરી દસ્તાવેજ

– મોબાઈલ નંબર – Email Id – પાસપોર્ટ સાઈઝનો ફોટો – આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્‍સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક – લાયકાતની માર્કશીટ – અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર

અનુબંધમ પોર્ટલ મોબાઈલ એપ્લિકેશન

તમારા જીલ્લાની નોકરીની માહિતી : Directorate of Employment & Training અને શ્રમ અને રોજગાર દ્વારા બનાવેલ ‘અનુબંધમ એપ્લિકેશન” બનાવવામાં આવેલ છે. જેનો ઉપયોગ નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્ને સરળતાથી કરી શકે છે. પરંતુ આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા પહેલાં ઉમેદવારોને ફક્ત એકવાર Desktop દ્વારા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.આ Anubandham Mobile Application ને Google Play Store માંથી વિનામૂલ્યે Download કરી શકાશે. આ એપ્લિકેશનના શું ફાયદા છે તે મુજબ છે.