સોલંકી વંશનો ઈતિહાસ (490-1244)

સોલંકી વંશનો ઈતિહાસ : સોલંકી વંશ અથવા ગુજરાતના ચાલુક્ય એક રાજપૂત વંશ હતો, જેણે ઉત્તર-પશ્ચિમી ભારતમાં ઈ.સ. ૯૪૦ થી ૧૨૪૪ દરમિયાન વર્તમાન ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગો પર શાસન કર્યું હતું.

સોલંકી વંશનો ઈતિહાસ

પોસ્ટનું નામ સોલંકી વંશનો ઈતિહાસ
પોસ્ટ પ્રકાર જનરલ નોલેજ
વિષય ગુજરાતનો ઈતિહાસ

સોલંકીવંશ pdf

સોલંકી વંશનો ઈતિહાસ : સોલંકી વંશના સંસ્થાપક મૂળરાજે ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહ ચાવડાને હરાવીને ઈ.સ. ૯૪૦-૯૪૧માં અણહિલવાડ પાટણમાં તેમનું સ્વતંત્ર સામ્રાજ્ય સ્થાપ્યું હતું.

સોલંકી વંશનો ઈતિહાસ સંપૂર્ણ માહિતી

મુળરાજ સોલંકી – ૧

  • આ રાજાના સમયમાં “ગુજ્જર પ્રદેશ” પરથી ગુજરાત એવું નામ મળ્યું છે એવું માનવામાં આવે છે.
  • આ રાજા સોલંકીવંશનો પ્રથમ રાજા હતો. આ રાજાએ સૌરાષ્ટ્રના એક રાજવી ગ્રહરીયું અને લાટમાં સરદારને હરાવી પોતાનું રાજ્ય લાટ સુધી વિસ્તર્યું હતું.
  • આ ઉપરાંત સરસ્વતી નદીના કિનારે રૂદ્રમહાલ બાંધવાની શરૂઆત કરી હતી.
  • મુળરાજ સોલંકીના સમયમાં ગુજરાત અને સૌરાષ્ટ્રએ બંનેમાં સોલંકીયુગનો ઝંડો ફરકાવ્યો હતો.
  • આ રાજાના સમયમાં બોદ્ધ ધર્મ નહીવત થઇ ગયો હતો કારણ કે તે બ્રહ્મણોને બહુ માન આપતો હતો.
  • વૃદ્ધાવાસ્થામાં શ્રીસ્થલી(સિધ્ધપુર) જઈ તેણે સરસ્વતી નદીના કાંઠે દેહ ત્યાગ કર્યો હતો.

ચામુંડારાજ

  • આ રાજા મુળરાજનો પુત્ર હતો તેણે ધારાનગરીના પરમાર રાજા સિંધરાજને હરાવ્યો હતો. તે વિલાસી હોવાથી તેને પદભષ્ટ કર્યો હતો.
  • તેનો જેષ્ઠ પુત્ર વલ્લભરાજ ગાદીએ આવ્યો પણ તેનું અકાળે મૃત્યુ થતા દુર્લભરાજે ગાદી સંભાળી હતી.

દુર્લભરાજ

  • આ રાજા ચામુંડારાજનો નાનો પુત્ર હતો. તેણે લાટ પ્રદેશના રાજા કિર્તીરાજને હરાવ્યો હતો. તેમને અણહીલપુર પતન (પાટણ)માં ગુજશાળા, ધનશાળા, ધવગ્રહો અને દુર્લભ સરોવર બંધાવ્યું હતું.

ભીમદેવ – ૧

  • ઇતિહાસમાં તે “ભીમદેવ બાણાવલી” તરીકે પ્રસિદ્ધ છે. તેમના રાની ઉદયમતી દ્વારા પાટણમાં રાણકીવાવ બંધાવવામાં આવી હતી.
  • આ ઉપરાંત મોઢેરાનું સૂર્યમંદિર તેના સમયમાં બંધાયું હતું.
  • તેના સમયમાં ૧૦૨૬ના રોજ જાન્યુ ૧ અથવા ૭માં મહોમદ – ગઝનવીએ સોમનાથ લુટ્યુ હતું. તેમના સમયમાં વિમળશાહ મંત્રી થઇ ગયા હતા.

કર્ણદેવ સોલંકી

  • આ રાજા ભીમદેવ-૧નો પુત્ર હતો. તેણે વર્તમાન અમદાવાદની નજીક આશાપલ્લી(આશાવલ)ના ભીલ સરદાર આશાવલને હરાવી ત્યાં કર્ણાવતી નામે નગર વસાવ્યું હતું. સોલંકી રાજ્યનો તેણે દક્ષિણમાં છેક નાગાસારિકા(નવસારી) સુધી વિસ્તર્યું હતું.
  • તેમના પત્ની મિનળદેવી(મણપલ્લાદેવી, પિયર-કર્ણાટક) દ્વારા ધોળકામાં મલાવ તળાવ બંધાવવામાં આવ્યું હતું.
  • જેના માટે કહેવાય છે કે “ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જોવું”. વિરમગામમાં મુનસર તળાવ મિનળદેવીએ બંધાવ્યું હતું.

સિદ્ધરાજ જયસિંહ

  • આ રાજાના સમયમાં ગુજરાતનો સુવર્ણકાળ તરીકે ઓળખવામાં આવે છે.
  • સિદ્ધરાજ મિનળદેવી-કર્ણદેવનો પુત્ર હતો. આ રાજાએ માળવાના રાજા યશોવર્માને હરાવી “અવંતીનાથ”નું બિરુદ ધારણ કર્યું.
  • બર્બરકા નામના અનાર્થ(રાક્ષસ)ને હરાવી સિદ્ધરાજને “બર્બરક જિષ્ણુ” કહેવાયું હતું.
  • રૂદ્રમહાલ આ રાજાના સમયમાં પૂર્ણ થયો હતો.
  • જુનાગઢના રાજા રાંખેગારને હરાવીને “સિદ્ધચક્રવતી” નામ ધારણ કર્યું હતું.
  • સિદ્ધરાજે દરેક યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યા હોવાથી “ત્રિભુવનગંજ” કહેવાય છે.
  • “પાટણમાં સહસ્ત્રલીંગ તળાવ” આ રાજાએ બંધાવ્યું.
  • સિદ્ધરાજે સોમનાથનો યાત્રાવેરો મિનળદેવીના કહેવાથી નાબુદ કર્યો હતો.
  • આ રાજાના સમયમાં હેમચંદ્રાચાર્ય થઇ ગયો હતો. જેને “સિદ્ધહેમ શબ્દાનુશાસન” નામનો ગ્રંથ લખ્યો હતો.
  • જયારે તે ગ્રંથ લખાઈ ગયો ત્યાર બાદ તેણે હાથી પર મૂકી નગરમાં શોભા યાત્રા કાઢવામાં આવી. આ શોભા યાત્રાની વિશેષતા એ હતી કે, ગ્રંથની રચના કરનાર હેમચંદ્રાચાર્ય અને સિદ્ધરાજ બંને પગપાળા ચાલતા હતા.
  • આ રાજા અપુત્ર મૃત્યુ પામ્યો હતો.

કુમારપાળ

  • કુમારપાળએ ભીમદેવ-૧ના મોટા પુત્ર ક્ષેમરાજનો વંશજ હતો.
  • ક્ષેમરાજએ ભીમદેવની રાની બકુલાદેવીનો પુત્ર હતો.
  • કુમારપાળ તેના બનેવી કાન્હડદેવ(કૃષ્ણદેવ)ની સહાયતાથી રાજા બન્યો.
  • શાકંભરી(સાંભર)ના ચૌહાણ રાજા અર્ણરાજને તેણે પરાજય આપ્યો. આ તેની મોટી સિદ્ધી મનાય છે.
  • તેના સામ્રાજ્ય વિસ્તાર ઉતરમાં સાંભર-અજમેર સુધી, દક્ષિણમાં લાટભંડલ સુધી, પૂર્વમાં ભીલસા સુધી અને પશ્ચિમમાં સૌરાષ્ટ્ર-કચ્છ સુધી હતો.
  • તે ગુજરાતના અશોક તરીકે ઓળખાય છે.
  • તેને ગુજરાતમાં જૈન ધર્મનો પ્રચાર કર્યો અને તેનો અનુયાયી બન્યો.
  • તેને અજીતનાથની એક મૂર્તિ કોતરાવી તારંગામાં મૂકાવી.
  • અપુત્રીકાનું ધન લેવાનું બંધ કર્યું. પાટણમાં પટોલાની શરૂઆત કરાવી.

અજયપાળ

  • કુમારપાળ અપુત્ર મૃત્યુ પામ્યો હતો તેથી તેના પછી તેના ભાઈ મહિપાલનો પુત્ર અજયપાલ ગાદીએ આવ્યો હતો.
  • તેણે વેદ ધર્મનો પ્રચાર કર્યો હતો તેનાથી જૈન ધર્મીઓ નારાજ હતા.
  • તેનું નાની ઉંમરે મૃત્યુ થયું હતું.
  • નોંધ: એવું માનવામાં આવે છે કે વિજયદેવ નામના એક સિપાઈએ તેમની હત્યા કરી નાખી હતી.

મુળરાજ – ૨

  • ઈ.સ.૧૧૭૮માં મોહમ્મદ – સિહાબુદ્દીન – ઘોરીનું આક્રમણ ગુજરાતમાં થયું તે સમયે મુળરાજ -૨ સગીર હોવાથી તેના વતી તેની માતા નાઈકાદેવી શાસન કરતા હતાં અને આ યુદ્ધમાં મોહમ્મદ ઘોરીનો પરાજય થાય છે.

ભીમદેવ – ૨

  • ઇતિહાસમાં તેને “ભોળાભીમ” તરીકે ઓળખવામાં આવે છે.
  • તેના સમયમાં સોલંકીની સત્તા નબળી પડતી જણાય છે.
  • ઈ.સ.૧૧૯૮માં મહમ્મદ ઘોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબક ગુજરાત પર ચડાઈ કરી અને પાટણ લુંટ્યું.
  • ભીમદેવ – ૨ પોતાને “અભિનવ સિદ્ધરાજ” તરીકે ઓળખાવતો અને ચપ્તમ ચક્રવતી તેવું કહેરાવતો.
  • આમ આ સમયમાં સોલંકીયુગના પતનની શરૂઆત થઇ.

ત્રિભુવનપાલ

  • ધોળકાના મહામંડેશ્વર વિરધવનના પુત્ર વિશળદેવે તેની હત્યા કરી અને આ વંશનો અંત આવ્યો.

નોંધ : જો તમે સોલંકી વંશનો ઈતિહાસનીવધુ માહિતી તમારી પાસે હોય તો કમેન્ટમાં જણાવો.

Leave a Comment