ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજનાની શરૂઆત 1972થી થઇ છે. ગુજરાત સરકારના પંચાયત વિભાગ હેઠળ આ યોજનાને આવરી લેવામાં આવે છે. ચાલો ત્યાં મફત પ્લોટ યોજના ફોર્મ 2022 વિશે સંપૂર્ણ માહિતી આ લેખમાં મેળવીએ.

પોસ્ટ નામ : મફત પ્લોટ યોજના ફોર્મ વિભાગ : પંચાયત વિભાગ ગુજરાત લાભ કોને મળશે?ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોને

મફત પ્લોટ યોજના 2022

રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા 1972થી આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. ગામડામાં જે લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી એમને પોતાનું ઘર મળી રહે એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. મફત પ્લોટ ગુજરાત યોજનાનો લાભ વધારેમાં વધારે ગરીબ લોકોને મળે એ માટે પંચાયત વિભાગ દ્વારા કેટલાક સુધારા કરીને તા. 01-05-2017નાં રોજ નવો ઠરાવ ભાર પડ્યો છે.

મફત પ્લોટ યોજના ડોક્યુમેન્ટ યાદી

– અરજી ફોર્મ – રેશનકાર્ડની નકલ – ચૂંટણીકાર્ડની નકલ / આધારકાર્ડની નકલ – SECCના નામની વિગત – ખેતીની જમીનનો દાખલો (જમીન નથી તેની વિગત) – પ્લોટ / મકાનની વિગત દર્શાવતો દાખલો

મફત પ્લોટ ગુજરાત યોજના અરજી પ્રક્રિયા

આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ ઓફલાઈન અરજી કરવી પડશે. અરજી કરવા માટે પંચાયતમાંથી ફોર્મ મેળવી તેમાં માંગેલી તમામ માહિતી સાચી ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ જોડી તલાટી શ્રીના સહી અને સિક્કા કરાવવા રહેશે.