ઓનલાઇન પીન પ્રવેશ સમિતિની વેબસાઈટ www.medadmgujarat.org પર માંગેલ પ્રાથમિક માહિતી પૂરી પાડ્યા બાદ રૂ. 200/- (નોન રીફંડેબલ)ની ઓનલાઈન ચુકવણી કર્યા પછી તમારા રજીસ્ટર્ડ મોબાઈલમાં USER ID અને PIN મોકલવામાં આવશે.
પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઈન્ટરનેટ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજીયાત છે. ઈન્ટરનેટ સુવિધા ન ધરાવતા ઉમેદવાર કોઈપણ ચાર્જ ભર્યા વિના પ્રવેશ સમિતિ દ્વારા નિયુક્ત હેલ્પ સેન્ટર (સૂચી પ્રવેશ સમિતિની વેબસાઈટપર ઉપલબ્ધ છે) ઉપર રજીસ્ટ્રેશનની સુવિધા મેળવી શકશે.
– અરજદારોએ B.Sc માટે પ્રવેશ માપદંડ તપાસવું આવશ્યક છે. ગુજરાતમાં સરકારી કોલેજ અને અન્ય સંસ્થા માટે નર્સિગ પ્રવેશ B.Scના મુખ્ય મુદ્દા નર્સિંગ પ્રવેશ પાત્રતા નીચે આપેલ છે. – અરજદારોએ કોઈ પણ માન્ય રાજ્ય અથવા કેન્દ્રીય બોર્ડ ઓફ ઇન્ડિયા સાથે તેમનું 12મું અને 10મું પાસ કરેલ હોવું જોઈએ. – વિદ્યાર્થીએ વિજ્ઞાન સાથે 12મું પાસ કર્યું હોવું જોઈએ અને બાયોલોજી, કેમેસ્ટ્રી. ફિજીક્સ, હોવું જોઈએ અને ગણિત ધરાવતા વિદ્યાર્થીઓ ઘણા અભ્યાસક્રમો માટે ઓનલાઈન અરજી પણ કરી શકે છે. – પ્રવેશ શૈક્ષણિક રેકોર્ડ પર આધારિત રહેશે. – અરજદારોએ તારીખ મુજબ અધિકૃત અધિકારી દ્વારા પૂછવામાં આવેલા તમામ દસ્તાવેજો અને રેકોર્ડસ પ્રદાન કરવા આવશ્યક છે.
– તાજેતરના પાસપોર્ટ સાઈઝના ફોટો – ઉમેદવારોની સ્કેન કરેલ સહી – ધોરણ 10ની તમામ પ્રયત્નની માર્કશીટ – ધોરણ 12ની તમામ પ્રયત્નની માર્કશીટ – સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ / ટ્રાન્સફર સર્ટીફીકેટ / જન્મનું પ્રમાણપત્ર – જાતીનો દાખલો (SC / ST / SEBC) – EWS કેટેગરીના ઉમેદવારો માટે તા. 25/01/2020 પછીનું સર્ટીફીકેટ – SEBC કેટેગરીના ઉમેદવારો માટે તા. 01/04/2020 પછીનું નોન ક્રિમી લેયર સર્ટીફીકેટ