ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે નવી મતદારયાદી જાહેર કરવામાં આવી છે જેમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે.

આ વખતે કુલ 11,62,528 જેટલા નવા મતદારો નોંધાયા છે. ચાલો તો આ લેખમાં આપડે ગુજરાત મતદાર યાદી 2022 વિશે માહિતી મેળવીએ.

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં હાથ ધરવામાં આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ 10મી ઓક્ટોમ્બર, 2022ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આ યાદીમાં 18 થી 19 વર્ષના 4.61 લાખથી વધુ યુવા મતદારોએ નોંધાયા છે. જેમાંથી 2.68 લાખથી વધુ યુવા પુરુષ અને 1.93 લાખથી વધુ યુવા મહિલા મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યમાં સૌથી વધુ મતદારો અમદાવાદ જીલ્લામાં 59,93,046 છે અને સૌથી ઓછા મતદારો ડાંગ જીલ્લામાં 1,93,298 છે.

https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/frmEPDFRoll.aspx