MDM પાટણ ભરતી 2022 : મધ્યાહન ભોજન પાટણ દ્વારા તાજેતરમાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા MDM સુપરવાઈઝર પોસ્ટ માટે 11 મહિના માટે કરાર આધારિત જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. લાયક ઉમેદવાર સત્તાવાર સૂચના વાંચો અને અરજી કરો.
MDM પાટણ ભરતી 2022
પોસ્ટ ટાઈટલ | MDM પાટણ ભરતી 2022 |
પોસ્ટ નામ | જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તાલુકા MDM સુપરવાઈઝર |
કુલ જગ્યા | 08 |
સ્થળ | પાટણ |
વિભાગ | મધ્યાહ્ન ભોજન વિભાગ પાટણ |
સત્તાવાર વેબ સાઈટ | https://patan.nic.in |
અરજી પ્રકાર | ઓફલાઈન |
MDM ભરતી 2022
જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા MDM સુપરવાઈઝર ખાતે 11 મહિનાના કરાર આધારિત ભરતી માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
મધ્યાહન ભોજન પાટણ ભરતી 2022
પોસ્ટ નામ | જગ્યા | અભ્યાસ | પગાર |
જીલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર | 01 | 50% ગુણ સાથે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી. સરકાર માન્ય સંસ્થામાંથી CCC પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ તેમજ ઉમેદવારના કોમ્પ્યુટર જ્ઞાનની પ્રેક્ટીકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે. માન્યતા યુનિવર્સિટીમાંથી એમ.સી.એ.ની ડિગ્રી ધરાવનારને અગ્રીમતા આપવામાં આવશે. અનુભવ ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ફરજિયાત. ડી.ટી.પી. (ડેસ્કટોપ પબ્લિકેશન) ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણાશે. આસીસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવતા લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે. મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. | |
તાલુકા MDM સુપરવાઇઝર | 07 | માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઈન હોમ સાયન્સ અથવા ફૂડ એન્ડ ન્યુટ્રીશન અથવા સાયન્સની ડિગ્રી. ઉમેદવારોના કોમ્પ્યુટર જ્ઞાનની પ્રેક્ટીકલ ટેસ્ટ લઈને ચકાસણી કરવામાં આવશે. અનુભવ 2 થી 3 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ. મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. |
વયમર્યાદા
- અરજી કરવાની છેલ્લી તારીખે ઉંમર 18 વર્ષથી ઓછી અને 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
MDM પાટણ ભરતી 2022 માટે પસંદગી પ્રક્રિયા શું છે?
- ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટ / ઇન્ટરવ્યુ / ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે કરવામાં આવશે. (નિયમોને આધીન)
MDM પાટણ ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?
અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો નાયબ કલેકટર, મધ્યાહ્ન ભોજન યોજના, પાટણ કચેરી તથા patan.nic.in પરથી મેળવી શકાશે.
રસ ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનાની અરજી રજીસ્ટર પોસ્ટ એ.ડી. / સ્પીડ પોસ્ટથી નાયબ કલેકટર, મધ્યાહ્ન ભોજન યોજના, જીલ્લા સેવા સદન. રાજમહેલ રોડ, મું. તા. જી. પાટણને તા. ૩૦/૦૭/૨૦૨૨ના રોજ ૧૮:૧૦ કલાક સુધીમાં મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે.
MDM પાટણ ભરતી 2022 છેલ્લી તારીખ કઈ છે?
- છેલ્લી તારીખ : ૩૦/૦૭/૨૦૨૨
અરજી ફોર્મ | અહિયાં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |