ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બૂક : હાલના સમયમાં ભારતીય રોડ પર બાઈક, ફોર વીલર, કે હેવી વાહન ચલાવવા માટે લાઈસન્સ જરૂરી છે. ડ્રાઈવિંગ લાઇસન્સ કાઢવો ત્યારે કોમ્પ્યુટર ટેસ્ટ આપવી ફરજીયાત છે. ચાલો તો આપણે આ લેખમાં કોમ્પ્યુટરમાં પૂછાઈ શકે તેવા સવાલો અને તેના જવાબોની ચર્ચા કરીએ.
ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બૂક
પોસ્ટ નામ | ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બૂક |
વિષય | સહાયક બુક |
વિભાગ | RTO |
ફાયદા | પરીક્ષા આપવામાં સરતા રહે |
સત્તાવાર વેબસાઈટ | https://parivahan.gov.in/ |
RTO વિશે માહિતી
વાહનવ્યવહાર વિભાગ સંચાલન મોટર વાહન ધારો, 1988ની કલમ 213ની જોગવાઈ અંતર્ગત થાય છે. વાહનવ્યવહાર વિભાગની રચના મોટર વાહન ધારો 1988, ગુજરાત મોટર વાહન ધારો, 1989 એ બંને ધારા હેઠળ નિયત કરાયેલ નિયમોની જોગવાઈઓના અમલીકરણ માટે કરાઈ છે.
વાહન વિભાગના વડા ટ્રાન્સપોર્ટ કમિશ્નર (TC) હોય છે. મુખ્યાલયમાં અમલીકરણ, વહીવટ અને ફાયનાન્સમાં નિષ્ણાંત સંયુક્ત નિયામક અને ઓએસડી પણ તેમને મદદ કરે છે.
ડ્રાઇવિંગ લાઇસન્સ કોમ્પ્યુટર પરીક્ષા
ડ્રાઇવિંગ લાઈસન્સ માટે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ કોમ્પ્યુટર ટેસ્ટ આપવાની હોય છે. કોમ્પ્યુટર ટેસ્ટ આપવી ફરજીયાત છે. ચાલો તો આપડે જાણીએ કે કોમ્પ્યુટર ટેસ્ટમાં કેવા સવાલો પુછાય શકે.
આરટીઓ કોમ્પ્યુટર પરીક્ષા નિયમો
- હાલ કોમ્પ્યુટર ટેસ્ટ આપવા માટે એક PDF ફાઈલ છે જે લેખની છેલ્લે આપેલ છે તે વાંચજો
- કમ્પ્યુટરની ટેસ્ટમાં જનરલ સવાલો હશે જે તમે તમે રસ્તાઓ પર જાઓ તે સમયે જોતા હોવ છો.
- પ્રશ્ન સાથે ઓપ્શન પણ આપવામાં આવે છે, જેમાંથી તમારે સાચો જવાબ ટીક કરવાનો રહેશે.
- RTO કોમ્પ્યુટર પરીક્ષા દરમિયાન 15 પ્રશ્ન પૂછવામાં આવે છે જેમાંથી તમારે 11 પ્રશ્ન સાચા જવાબ આપવા ફરજીયાત છે તો જ તમે પરિક્ષામાં પાસ ગણાશો.
- દરેક પ્રશ્ન માટે 45 સેકન્ડનો સમય આપવામાં આવે છે.
- ઓનલાઈન આરટીઓ પરીક્ષા ટેસ્ટમાં જાવ ત્યારે એક ID પ્રૂફ આપવું ફરજીયાત છે.
ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બૂક / ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્ન
- રાહદારીઓ માટેના ક્રોસિંગ ઉપર રાહદારી રોડ ક્રોસ કરવા ઉભા હોય ત્યારે તમે શું કરશો? : વાહન ઉભુ રાખી દઈ રાહદારી રોડ ક્રોસ કરી લે ત્યાં સુધી થોભી પછી આગળ વધશો.
- તમે સાંકડા નાળા પાસે પહોંચો છો, સામેથી નાળામાં બીજું વાહન પ્રવેશે છે તમે શું કરશો? : સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી થોભી ત્યારબાદ આગળ વધશો
- વાહને અકસ્માત કરી જયારે કોઈ વ્યક્તિને ઈજા કરેલ હોય ત્યારે : ઘાયલ વ્યક્તિને સારવાર મળે તે માટેના દરેક પગલાં લઈ 24 કલાકમાં પોલીસ સ્ટેશને રીપોર્ટ લખાવશો.
- જે રોડ વન-વે તરીકે જાહેર થયેલ હોય ત્યાં : રીવર્સ ગીયરમાં વાહન ચલાવવું મનાય છે
- તમે કોઈ પણ વાહનને કઈ બાજુથી ઓવરટેક કરી શકો છો? : આગળના વાહનની જમણી બાજુથી
- કાચાલાયસન્સની મુદ્દત કેટલી છે? : 6 મહિના
- ફૂટપાથ વગરના રોડ ઉપર રાહદારીએ શું કરવું? : રોડની જમણી બાજુએ ચાલવું
- ક્યાં વાહનને જવા માટે અગ્રતા આપવી? : એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટર વાહન
- રાત્રી દરમિયાન જયારે રોડની સાઈડમાં વાહન થોભાવો ત્યારે? : વાહનની પાર્કિંગ લાઈટ ચાલુ કરવી
- ધુમ્મસ લેમ્પનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? : વાતાવરણમાં ધુમ્મસ હોય ત્યારે
- તમારી પાછળ જો એમ્બ્યુલન્સ નજુક આવી ગી હોય ત્યારે : ડ્રાઈવર પોતાના વાહન રોડની ડાબી બાજુમાં લઈને રસ્તો ખુલ્લો કરશે
- ટ્રાફિક સિંગલમાં લાલ લાઈટ શું દર્શાવે છે? : વાહન થોભાવો
- જ્યાં રસ્તો લપસણો છે તેવી નિશાની દેખાઈ ત્યારે ડ્રાઈવર : ગીયર બદલીને ગતિ ધીમી કરશે.
- ક્યાં સંજોગોમાં ઓવર ટેકિંગ કરવાની મનાઈ છે? : અન્ય ટ્રાફિકને જયારે ભય ઉભો થાય તેવી શક્યતા હોય ત્યારે
- PUC સર્ટીફીકેટની મુદ્દત કેટલી છે? : 6 મહિના
- વળાંક નજીક હોય ત્યારે ઓવર ટેકિંગ કરવું? : માન્ય નથી
- નશો કરીને ડ્રાઈવિંગ કરવું? : કોઈપણ વાહનમાં મનાઈ છે
- પાછળનું દ્રશ્ય જોવાનો અરીસો શા માટે વયારાય છે? : પાછળથી આવતા વાહનો જોવા
- વાહન ગતિમાં હોય ત્યારે વાહનમાંથી ઉતરવું કે ચઢવું : ના
- જયારે વાહનમાં બળતણ (પેટ્રોલ / ડીઝલ / ગેસ) ભરતા હોય ત્યારે : ધુમ્રપાન કરવું નહી
- ઓવર ટ્રેકિંગની મનાઈ છે? : જયારે આગળનો રસ્તો બરાબર ન દેખાતો હોય ત્યારે
- રાત્રે જયારે તમે હેડ લાઈટના દૂરના બીમથી ડ્રાઈવિંગ કરો છો ત્યારે સામેથી બાજુથી વાહન આવે ત્યારે? : સામેનું વાહન પસાર થઇ રહ્યું ત્યાં સુધી ડીમ હેડ લાઈટ રાખશો.
- જરૂરિયાત વગર હોર્નનો વારંવાર ઉપયોગ ગુન્હો બને છે? : હા
- નોન ટ્રાન્સપોર્ટ વાહન સાથે રાખવાના દસ્તાવેજ : આર.સી.બુક, પીયુસી, વીમા પ્રમાણપત્ર, મોટર ડ્રાઈવિંગ લાયસન્સ
- કોઈપણ વાહન ચલાવતી વખતે મોબાઈલ ઉપર વાત કરવી જોઈએ? : ના
- સીટ ઉપર લગાવેલ હેડ રેસ્ટ કઈ રીતે ઉપયોગી છે? : અકસ્માત વખતે ડોકની ઈજાથી બચાવે છે.
- ડાબી બાજુનો વળાંક લેતી વખતે તમે શું કરશો? : ડાબી બાજુનું સિગ્નલ બતાવી રોડની ડાબી સાઈડ વાહન રાખીને વળાંક લઈશું
- ગીયર વગરના મોટર સાઈકલનું લાયસન્સ મેળવવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી જોઈએ? : 16 વર્ષ
- વાહનનો ડ્રાઈવર ઓવર ટ્રેઈક કરી શકે છે? : આગળ જતા વાહનનો ડ્રાઈવર ઓવર ટ્રેઈક કરવા નિશાની બતાવે ત્યારે
- ડ્રાઈવર રસ્તા ઉપર પોતાનું વાહન કઈ બાજુ ચલાવશે? : રસ્તાની ડાબી બાજુ