કલર ચૂંટણી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરો

ચૂંટણી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરો : ભારતીય ચૂંટણીપંચ દ્વારા 1 ફેબ્રુઆરીથી ચૂંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ થઇ શકે એ માટે e-Epic નામની નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધા દ્વારા તમે તમારો Epic નંબર એટલે કે ચૂંટણીકાર્ડ નંબર અથવા રેફરન્સ નંબર દાખલ કરીને ચૂંટણી કાર્ડ ઘર બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો.

કલર ચૂંટણી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરો

પોસ્ટ ટાઈટલકલર ચૂંટણી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરો
પોસ્ટ નામચૂંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરો
રાજ્યગુજરાત-ભારત
સંસ્થાભારતીય ચૂંટણીપંચ
સુવિધાઓનલાઈન

 


ચૂંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ

ભારતીય ચૂંટણીપંચની ઓફિશિયલ વેબસાઈટ પરથી હવે ડિજિટલ ચૂંટણીકાર્ડ સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. આ પોર્ટલમાં ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ કરવા સિવાય ચૂંટણીકાર્ડમાં સુધારા વધારા કરવા માટેની પણ ઘણી સુવિધા ઉપલબ્ધ છે.

વોટર આઈડી કાર્ડ કોણ ડાઉનલોડ કરી શકે?

ચૂંટણીકાર્ડ સાથે મોબાઈલ નંબર રજીસ્ટર્ડ હોય તેવા તમામ લોકો ઓનલાઈન ચૂંટણીકાર્ડ સરળતાથી ડાઉનલોડ કરી શકે છે.

ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરશો?

સૌપ્રથમ ભારતીય ચૂંટણીપંચની વેબસાઈટ NVSP (National Voter’s Service Portal) www.nvsp.in પર જાઓ.

જો તમે પ્રથમ વખત આ વેબસાઈટ પર મુલાકાત લો છો તો સૌપ્રથમ તમારે આ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કાર્ય બાદ તમારે મોબાઈલ નંબર અને પાસવર્ડથી Login કરવાનું રહેશે.

લોગીન કર્યા બાદ તમને Download e-Epic નામનો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરવાનું રહેશે.

એક નવું પેજ ખુલશે.

Epic નંબર અથવા રેફરન્સ નંબર નાખીને તમારું રાજ્ય પસંદ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો.

સર્ચ બટન પર ક્લિક કર્યા બાદ નીચે તમારા ચૂંટણીકાર્ડ ની માહિતી જોવા મળશે તે ચેક કરીને નીચે સેન્ડ ઓટીપી બટન આપેલ હશે તેના પર ક્લિક કરો.

રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવ્યો હશે તે લખો.

ઓટીપી લખ્યા બાદ નીચે લીલા અક્ષરે OTP Verification Successfully લખેલું આવશે.

કેપ્ચા પ્રમાણે ખાનામાં તે કોડ લખો.

Download e-Epic ઓપ્શન પર ક્લિક કરો.

ત્યારબાદ પીડીએફ સ્વરૂપે તમારું ડિજિટલ ચૂંટણીકાર્ડ ડાઉનલોડ થઇ જશે. ડાઉનલોડ થયેલું ચૂંટણીકાર્ડ તમારું છે કે નહિ તેના વેરીફીકેશન માટે એક QR કોડ આપવામાં આવેલો હશે તેને સ્કેન કરવાથી તે ચૂંટણીકાર્ડ તમારું છે કે નહિ તે વેરીફાય કરી શકો છો.

નોંધ : આ માહિતી અમે વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી સત્તાવાર વેબસાઈટ પર જઈને માહિતી ચેક કરી લેવી.

કલર ચૂંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
Voter Helplineઅહીં ક્લિક કરો
Powered by Blogger.